સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

જસદણના રાણીંગપર ગામે કુવાના પાણી પ્રશ્ને માતા-પુત્રી ઉપર લાકડીથી હુમલો

રાજકોટ તા. રપ : જસદણના રાણીંગપર ગામે સહિયારા કુવામાંથી પાણી લેવા પ્રશ્ને થયેલ ઝઘડામાં માતા-પુત્રી ઉપર ચાર વ્યકિતઓએ લાકડીથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ રાણીંગપર ગામે રહતા કમલેશ ભગવાનભાઇ સૌરાણીએ તેના કૌટુંબીભાઇ રૂપા સુરાભાઇ સોરાણી, રાયધન રૂપાભાઇ સોરાણી, લાલજી રૂપાભાઇ તથા કલીબેન રૂપાભાઇ સામે ભાડલા પોલીસ પથકમાં ફરીયાદ નોંધાવી છે ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે સહીયારો કુવો હોય અને આરોપીઓને પીયત માટે અઠવાડીયામાં એકવાર પાણી લેવાનું હોવા છતા આરોપી લાલજી ફરીયાદીની વાડીમાં નીકળતા બન્ને વચ્ચે ઝઘડો થતા વચ્ચે પડેલ ફરીયાદીના માતા લીલાબેન તથા બહેન મનીષાબેન ઉપર આરોપી લાલજી,રૂપા, રાયધન તથા કલીબેને લાકડીથી હુમલો કરતા બન્નેને ઇજા થઇ હતી.

આ ફરીયાદ અન્વયે ભાડલા પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કર્યો હતો વધુ તપાસ હેડકો. જે.એસ. ભાંસળીયા ચલાવી રહ્યા છે.

(12:08 pm IST)