સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

મોરબી જલારામ મંદિરે શોર્યદિનની ઉજવણી

મોરબી : ગૌરક્ષક, ધર્મરક્ષક, શૌર્યપ્રતિક વિર દાદા જશરાજના શૌર્યદીન નિમિતે મોરબી જલારામ મંદિર ખાતે શસ્ત્રપુજન તેમજ મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાયા હતા. લોહાર ગઢના રાણા એવા લોહરાણા કુળના વીર દાદાજશરાજ લગ્ન મંડપમા લગ્ન વિધીમા બેઠા હતા તેવા સમયે કાબુલ તરફથી દુશ્મનો એ ગૌમાતા પર આક્રમણ કર્યુ હતુ ત્યારે લગ્ન મંડપની માળા તોડી વીર દાદા જશરાજ જંગે ચડ્યા હતા તેમની સાથે તેમના બહેન હરકૌર પણ જંગે ચડ્યા હતા. આ યુધ્ધમા ગૌમાતાને બચાવી દુશ્મનોને કારમો પરાજય આપ્યો હતો જેમા વીર દાદા જશરાજ શહીદ થયા હતા. ત્યારથી લોહાણા સમાજ દ્વારા તા.૨૨ જાન્યુઆરી ના રોજ પ્રતિવર્ષ ગૌરક્ષક, શૌર્ય પ્રતિક, ધર્મ રક્ષક એવા વીર દાદા જશરાજની આરાધના કરવા આવે છે ત્યારે મોરબી જલારામ મંદિર ખાતે વીર દાદા જશરાજ શૌર્ય દીન નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. શસ્ત્રપુજનની તસ્વીર.

(12:07 pm IST)