સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

પ્ર.પાટણ : મહિલા જાગૃતિ અને માહિતી કેન્દ્રનું ઉદઘાટન

 પ્રભાસપાટણ : સૌરાષ્ટ્ર દલિત સંગઠન ગીર સોમનાથ જિલ્લા દ્વારા તાલાળા ખાતે સિદી આદિવાસી મહિલા મંડળો ને તેમની કલા અને આવડત પ્રમાણે રોજગારી મેળવી પગભર બને તેવા ઉમાદ હેતુથી તાલાળા ખાતે રોજગારલક્ષી કાર્યક્રમ યોજાયો જેમા સિદી આદિવાસી સમાજની બહેનો દ્વારા મંડળો બનાવી સામુહિક રોજગારી મેળવી આત્મનિર્ભર બની પોતે પરિવાર અને સમાજમાં માન-સન્માન સાથે જીવન જીવે તેમણે બનાવેલ સામાન માર્કેટ માં વેચાણ થાય.સરકાર દ્વારા મળતા લાભો મેળવી આગળ વધે તેવા ઉમાદ હેતુથી માનવ સંશોધન વિકાસ કેન્દ્ર અમદાવાદ ના સહયોગથી મીટીંગ મળેલ જેમા સ્થાનિક મંડળો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવેલ આ ઉપરાંત સંગઠન દ્વારા સુત્રાપાડા તાલુકાના પ્રશ્રનાવાડા બંદરમા લોકોને રૂબરૂ મુલાકાત કરી તેમની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ રોડ વિજળી અને યોજનાઓ નો લાભ મળવી સમાજ ના મુખ્યપ્રવાહ મા જોડાય સારૂ જીવન નિર્વાહ કરે તે માટે આગામી સમયે તંત્રમા યોગ્ય રજુઆત કરવી ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના તાલુકા ગીર ગઢડા અને ઊના પંથકમાં માહિતી માર્ગદર્શન મળે તેવા હેતુથી ગીર ગઢડા ખાતે તાલુકા કક્ષાના માહિતી અને સંગઠન કાર્યાલય નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં સંગઠન સંયોજક દેવેનભાઈ વાણવી ગોવિંદભાઈ ચાવડા જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ ચાવડા અરજણભાઇ આર્મી નરેન્દ્રભાઈ જાદવ પોરબંદર થી મૂકેશભાઈ રાઠોડ બોધાભાઇ રાઠોડ જુનાગઢ જિલ્લાના પ્રતિનિધિ રસિકભાઈ ખાવડુ જયંતિભાઈ રાવલિયા અશોકભાઈ ચોહાણ ધોરાજીથી મહિલા અગ્રણી શર્મીલાબેન સંગઠન સહયોગી ભાવેશભાઈ ચાવડા અમદાવાદથી ફાધર સિસ્ટર જશિતા પ્રોજેકટ મેનેજર ડો.મુકેશભાઈ લકુમ તેમજ કોડીનાર તાલુકાના અગ્રણી બાલુભાઈ સોચા અને સ્થાનિક સંગઠન ના પ્રતિનિધિઓ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. માહિતી કેન્દ્રના ઉદઘાટન કાર્યક્રમની તસ્વીરો.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(12:03 pm IST)