સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th January 2021

ધોરાજીમાં ગુજરાત આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આવેદન

ધોરાજી તા.રપ : ગુજરાત આશા વર્કર એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેકટરને સંબોધીને મોટી સંખ્યામાં મહિલાઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું

આવેદનપત્રમાં મહિલાઓએ જણાવેલ કે કોરોના ની કપરી પરિસ્થિતિમાં અમારી મહિલાઓએ આખો દિવસ રેડ ઝોનમાં વિસ્તારમાં કામગીરી બજાવી છે આ મહિલાઓને મહિનાના માત્ર :પિયા હજાર અને રોજના માત્ર ૩૩ :પિયા અને ફેસીલીટી એરટેેલને માત્ર મહીનાના ૫૦૦ :પિયા રોજના માત્ર ૧૭ :પિયા ચૂકવવામાં આવે છે. છતાં પણ નિષ્ઠાપૂર્વક કોરોના મહામારીના સમયમાં કામગીરી બજાવેલી છે.

મહિલાઓએ પોતાની માગણી મૂકતા જણાવેલ કે આશાવર્કરો ને માસિક :પિયા ૬,૦૦૦ ફિકસ પગાર તેમજ ઈન્સેન્ટિવ ચૂકવવાની જોગવાઈ આગામી બજેટમાં કરવામાં આવે લદ્યુતમ વેતન આપવામાં આવે તેમજ મુસાફરી ભથ્થા સાથે :પિયા ૮,૦૦૦ ફિકસ પગાર નક્કી કરવામાં આવે તેવી માગણી કરી હતી

તેમજ ૨૦૨૦ ના બજેટ માં કરાયેલ જાહેરાત મુજબ નવા ડ્રેસ સાડીઓ આપવામાં આવે તેમજ ઈન્સેન્ટિવ લાભાર્થીઓની માગણી છે એ પી એલ તેમજ બીપીએલ નો ભેદ દૂર કરવામાં  આવે તથા મોસાળની ડિલિવરીમાં પણ ઈન્સેન્ટિવ ચૂકવવામાં આવે તે વિવિધ માગણીઓ સાથે ધોરાજીના ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બહેનો આવેદનપત્ર આપવા માટે જોડાઈ હતી.

(10:44 am IST)