સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th January 2020

૧૮૮૦માં મહાસુદ બીજના દિવસે પૂ. જલારામ બાપાએ વિરપુરમાં અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો'તો

વાંકાનેર, તા. રપ : તીર્થરાજ વિરપુરની પાવન ભૂમિમાં પ.પૂ. સદ્ગુરૂદેવ શ્રી ભોજલરામ બાપાના આશિર્વાદ મેળવીને તેમજ જેમના જીવનમાં રોમે રોમમાં નિરંતર 'શ્રીરામજી' નું સ્મરણ હતું જે શ્રી રામચન્દ્ર ભગવાનની અસીમ કૃપાથી ૧૮૮૦માં (મહા સુદ-બીજ) ના દિવસે વિ.સં. ૧૮૭૬માં 'સદાવ્રત-અન્નક્ષેત્ર' નો શુભ પ્રારંભ કરેલ હતો. પૂ. જલારામ બાપાએ સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કરેલ ત્યારે ખૂબ જ કસોટી વેઠવી હતી. પોતે મહેનત -મજૂરી કરીને કામના જે પૈસા આવે તે સદાવ્રતમાં વાપરતા હતાં.

આજે પણ વિરપુરના મંદિરમાં છે. પૂ. બાપાના અનેક પરચાઓ છે. આજે ૧૮૮૦ને મહાસુદ-બીજ થી પૂ. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની અસીમ કૃપાથી આ તીર્થરાજ વિરપુરની ભૂમિમાં બન્ને ટાઇમ અન્નક્ષેત્ર -સદાવ્રત ચાલુ છે. દરરોજ હજારો ભાવિકો પૂ. બાપાનો પ્રસાદ લઇને ધન્યતા અનુભવે છે.દેશ-વિદેશથી પણ ભાવિકો પધારે છે. જે અન્નક્ષેત્રને આવતીકાલે મહા સુદ-ર ના રોજ ર૦૦ વર્ષ પૂર્ણ થશે.

(11:30 am IST)