ધોરાજીના પ્રોહીબીશનના ગુન્હામાં સંકળાયેલ આરોપી પાસામાં
ધોરાજી,તા.૨૪ : ધોરાજી શહેર વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે અનીયો મજીદભાઇ ગરાણા જુલાયા ઉ.વ.૪૩ ધંધો મજુરી રહે ખીજડાશેરી મોચી બજાર વાળાની પાસા દરખાસ્ત તૈયાર કરી રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ મંજુર કરતા મજકૂર સામાવાળાને ધોરાજી પો.ઇન્સ એ.બી.ગોહીલની સુચના હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા પકડી પાડી મહેસાણા, જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે. એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની ધોરાજી પોલીસ સ્ટેશનના PI એ.બી.ગોહીલ, PSI આર.કે.ગોહિલ એ.એસ.આઇ હિતેશભાઇ બી. ગરેજા, પો.હેડ કોન્સ. ક્રિપાલસિંહ એચ. જાડેજા, પો.હેડ.કોન્સ.અશ્વિનભાઇ જી. માલકીયા, પો.કોન્સ.રવિરાજસિંહ બી વાળા, પો.કોન્સ ઇશિતભાઇ એ. માણાવદરીયા, પો.કોન્સ સુરપાલસિંહ જે. જાડેજા, પો.કોન્સ શક્તિસિંહ એમ. જાડેજા, પો.કોન્સ સલમાબેન એ. થૈયમ વિગેરે પોલીસ સ્ટાફ રોકાયો હતો.