સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

દિવાળી તહેવારો બાદ કચ્છમાં કોરોનાના કેસમાં 43 ટકાનો જબરો વધારો થતા તંત્ર સફાળું જાગ્યું

હવે લોકોમાં જાગૃતતા લાવવા સહીત માસ્ક પેહરવા માટે પણ કડકાઈથી અમલ

ગુજરાતમાં કોરોનાના કેસમાં આવેલા સેકન્ડ વેવમાંથી કચ્છ પણ બાકાત નથી. અહિયાં તેહવારો પુરા થતાજ કોરોનાના કેસમાં 43 ટકા સુધીનો વધારો નોધાતા તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. અત્યાર સુધી માસ્કના નિયમોના ધજાગરા ઉડાડતા રહેલા લોકોને નિયમોનું પાલન કરાવવા માટે હવે પોલીસ એ રીતે દોડી રહી છે SOPનું પાલન કરાવવા માટે પોલીસ હવે કમર કસી રહી છે. લોકોમાં જાગૃતતા લાવવા સહીત માસ્ક પેહરવા માટે પણ કડકાઈથી અમલ કરાવવામાં આવી રહ્યો છે

(11:51 pm IST)