સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

જુનાગઢનાં એસેલ પાર્ક પાર્ટી પ્લોટમાં હાઇપ્રોફાઇલ જુગાર કેસમાં ભાજપના નેતા કરશન ધડુકની પણ ધરપકડ

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભાજપ નેતાની હોટેલમાં ધમધમતા જુગારધામનો પર્દાફાશ થયો છે. સાથે બે મહિલા સહિત 20 જગારી અને આશરે 50 લાખ રુપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ખુદ કરશ ધડુક પણ દરોડામાં પકડાયા છે.

આ હાઇપ્રોફાઇલ જુગારધામની અંગે પોલીસે મળેલી બાતમીને આધારે સક્કરબાગ સ્થિત એસેલપાર્ક હોટેલ પાર્ટી પ્લોટ પર દરોડો પાડ્યો હતો. આ પાર્ટી પ્લોટના માલિકોમાં ભાજપે નેતા કરશન ધડુકનો પણ સમાવેશ થતો હોવાનું જણાયું છે.

પોલીસને એવી માહિતી મળી હતી કે એસેલ પાર્કના માલિકો બહારગામના માણસોને બોલાવી જુગારનો અડ્ડો ચલાવે છે.

પોલીસે દરોડો પાડતા 18 પુરુષ, 2 મહિલા જુગાર રમતા ઝડપાઇ ગયાં હતાં. સાથે ઘટનાસ્થળેળી પોલીસે 14 લાખ રોકડ રકમ, 86 હજારના 18 મોબાઇલ અને 35 લાખની મુલ્યના 4 ફોર વ્હીલર્સ જપ્ત કરી લીધા છે.

આ દરોડાને પગલે શહેરમાં રાજકારણ ગરમાયું છે. કરશન ધડુક જુનાગઢ ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે.

ઝડપાયેલા જુગારી જૂનાગઢ ઉપરાંત આસપાસના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર સહિતના જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 14,20,335 ની રોકડ સહિત રૂ. 49,81,335 કિંમતનો મુદ્દામાલ કબજેકર્યો છે.

પકડાયેલા જુગારીઓમાં માત્ર યુવા 20-22 વર્ષના છે. જ્યારે મહિલાઓ સહિત તમામની વય 28-31 વર્ષથી ઉપરની છે.

(5:37 pm IST)