સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

માંગરોળ પાસે પાણીના નિકાલની નહેરમાં બાઇક સાથે ખાબકતા મીતીના યુવકનું મોત

(વિનુજોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪ : માંગરોળ પાસે પાણીના નિકાલની નહેરમાં બાઇક સાથે ખાબકતા અને પથ્થર સાથે માથુ અથડાવાથી મીતી ગામના યુવાનનું મોત નિપજયું હતું.

માંગરોળ નજીકના શીલ પાસેના મીતી ગામનો ભરતભાઇ મેપાભાઇ રાઠોડ (ઉ.વ.૩પ) નામનો યુવાન ગઇકાલે જી.જે.રપ-કે-૯૦૩૪ હંકારીને છત્રાવા ગામેથી પોતાના ગામે આવી રહેલ.

ત્યારે મીતીથી ભડુલા જતા રસ્તા ઉપર આવેલ વરસાદી પાણીના નિકાલ માટેની નહેરમાં ભરતભાઇ મોટર સાયકલ સાથે ખાબકતા તેનું પથ્થરમાં માથુ ભટકાતા ગંભીર ઇજા થવાથી મૃત્યુ નિપજયું હતું.

આ અકસ્માત અંગે પી.એસ.આઇ. આર.પી. ચુડાસમા તપાસ ચલાવી રહ્યા છે.

(2:34 pm IST)