સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th November 2020

ગીરગઢડાના બોડીદરમાં ખનિજ ચોરી ઝડપાઇ ૩ ચકરડી સહિત ર.૪૦ લાખનો મુદામાલ જપ્ત

(નીરવ વઢીયા દ્વારા)  ઉના, તા. ર૪ : ગીરગઢડા તાલુકાના બોડીદરમાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ધમધમતી ખનિજ ખાણ ઉપર દરોડો પાડીને ખનિજ ચોરી ઝડપી લીધી હતી. ચેકીંગ ટીમે ગેરકાયદે ખાણમાં ૩ ચકરડી સહિત ર.૪૦ લાખનો મુદામાલ જપ્ત કરેલ છે.

ગીર ગઢડા, ઉના પંથકમાં રેતી ચોરી અને સફેદ ચૂના પત્થરની બેફામ ખનિજ ચોરી થઇ રહી હોય તેવી અનેક ફરીયાદો થતાં ખાણ ખનિજ વિભાગના અધિકારી કેતનભાઇ માવદીયાની સૂચનાથી ઘનશ્યામભાઇ વાઘાણી અને ગીર ગઢડા મામલતદારની ટીમ દ્વારા બોડીદર ગામે ખાણ ચાલુ હોય તેવી બાતમી મળતા સ્થળ પરથી પથ્થર કાપવા માટેની ત્રણ ચકરડી મળી કુલ બે લાભ ચાલીસ હજારનો મુદામાલ જપ્ત કરી ખનિજ ચોરી અંગે ડોડીયા વિજયભાઇ રામભાઇ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જિલ્લા ખાણ ખનિજ વિભાગના જાણ કરવામાં આવી હતી.

ઉના તાલુકામાં રેતી ચોરો બેફામ બન્યા હોય છે ત્યારે ઉના શહેર વિસ્તારમાં રાત્રીના રેતી ચોરો બેફામ ટ્રેકટર દ્વારા રેતી સપ્લાય કરતા હોય છે. આ રેતી ચોરી ઉના ઉમેજ સામતેર પસવાળા કાંધી કાળાપણ જેવા ગામોમાં દિવસ દરમિયાન કાંઠે સ્ટોક કરી રાત્રીના સમયે ટ્રેકટરની મદદથી સપ્લાય કરવામાં આવી રહી છે. ઉનાના વડલા ચોક પાસે પોલીસ સ્ટેશન આવેલ હોય છતાં પણ આ રેતી ચોરો કોઇ પણ જાતનો પોલીસનો ડર રાખ્યા વગર બેફામ અને બેખોફ રીતે રેતી ભરેલ ટ્રેકટરો પસાર કરતા હોય છે ત્યારે આ રેતી ચોરી વહેલી તકે બંધ કરાવવા આવે તેવી લોકોની માંગ છે.

(11:42 am IST)