સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 24th October 2021

જૂનાગઢ : રોપ-વે સફર દ્વારા એક વર્ષમાં સાડા છ લાખ લોકોએ ગરવા ગિરનાર પર પ્રકૃતિ દર્શન કરી ધન્યતા અનુભવી.

રોપ વે સફર દ્વારા વર્ષાઋતુને કારણે ગરવા ગિરનાર પર સોળે કળાએ ખીલી ઉઠેલ પ્રકૃતિ દર્શનનો લ્હાવો પણ માણ્યો

જૂનાગઢ :  છેલ્લા એક વર્ષમાં દેશના નામાંકિત મહાનુભાવો તથા પ્રજાજનોએ ઉડન ખટોલાની સફરનો લાભ લીધો તેમાં ખાસ કરીને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મહામહિમ રાજ્યપાલ દેવવ્રત પાઠકજી, લોકસાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, તત્વચિંતક સ્વામી સચ્ચિદાનંદજી, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, જાણીતા  કથાકાર મોરારીદાસ બાપુ, મહિલા ગાયક કિંજલ દવે, ગુજરાત રાજ્યના ચીફ જસ્ટિસ  વિક્રમ નાથ, કેન્દ્ર ના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા વિગેરે વિગેરે મહાનુભાવો એ રોપ વે દ્વારામાં અંબાજીના દશૅનનો લાભ લીધો છે ઉષા બ્રેકો કંપનીના અધિકારી દિપકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે..
    ગોવાનાં મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતનાં સૌંદર્યને મનભરીને માણ્યું હતું.  સાથે સાથે મુખ્ય મંત્રીએ રોપ વે સફર દ્વારા  વર્ષાઋતુને કારણે ગરવા ગિરનાર પર સોળે કળાએ ખીલી ઉઠેલ પ્રકૃતિ દર્શનનો લ્હાવો પણ માણ્યો હતો. સાથે રોપ-વે મારફત અંબાજી મંદિરે પહોચ્યાં હતા તેમજ ગરવા ગિરનારની ગરિમાને ઉજાગર કરતા અંબાજી મંદિર સહિત આસપાસના અન્ય ઐતિહાસિક સ્થળોને નિહાળ્યા હતા.
મુખ્યમંત્રીએ ગિરનાર પરના વિવિધ ઐતિહાસિક સ્થળો, ગિરનાર સાથે જોડાયેલ ઐતિહાસિક તથ્યો, ગિરિ પર્વત પરની વન સંપદા, અહીંની પ્રવાસન સુવિધા સહિતની બાબતોની તલસ્પર્શી માહિતી મેળવી હતી.
મુખ્ય મંત્રીએ પોતાની મુલાકાત દરમિયાન યાત્રાધામ ખાતે ઊપસ્થિત યાત્રાળુઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
મુખ્ય મંત્રીને રોપ-વે ખાતે ઉષા બ્રેકોના રેસિડેન્ટ મેનેજર જી.એમ.પટેલે આવકાર્યા હતા.

(6:55 pm IST)