સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

ભાણવડના સઇદેવળિયા ગામે તસ્કરો ચોરી કરી સાથે બાળકીને પણ ઉઠાવી ગયા

ખંભાળિયા તા.ર૪ : ભાણવડ તાલુકાના સઇ દેવળિયા ગામે એક ખેડુત પરિવારને ઘેર આજે વહેલી સવારે તસ્કરો આવયા હતા.

તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરમાં તમામ સભ્યો તથા કુતરાને સ્પ્રેથી ઘેનની દવા છાંટી ઘરવખરી દાગીના રોકડા લઇને ઘરમાં સુતેલી એક ૧ર-૧૩ વર્ષની બાળાની પણ ઉઠાંતરી કરી  ગયાનું બહાર આવતાં ભારે ચકચાર જાગી છે.

દરમિયાન પોલીસે જામનગરથી એક બે શખસો સાથે આ બાળાને કબ્જેકરીને આગળની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.

(12:44 pm IST)