સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

કરજણ પેટાચૂંટણીઃ કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રેલી- વિજય સંકલ્પ

રાજકોટઃ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના સમર્થનમાં રેલી તેમજ વિજય સંકલ્પ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ આ કાર્યક્રમમાં ચંદુભાઇ ડાભી (ભૂતપૂર્વ વિધાનસભાના સ્પીકર),  મનોજ રાઠોડ (ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી, કરજણ વિધાનસભાની આ રેલીના ઇન્ચાર્જ), પુર્વ મંત્રી ગુજરાત સરકાર વન અને પર્યાવરણ ઉપેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ રેલ મંત્રી નારણભાઈ રાઠવા સાવલીના માજી ધારાસભ્ય ખુમાનસિંહ, અર્જુનસિંહ વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ, પ્રશાંતભાઈ પટેલ તેમજ ભૂપતસિંહ રાતૈયા તેમજ કોંગ્રેસના સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:43 pm IST)