સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

જૂનાગઢમાં અંધકન્યાઓ દ્વારા આરાધના : અષ્ટમીની ઉજવણી

જૂનાગઢ : આફતને અવસર માં ફેરવતી 'અંધકન્યાઓ' કોરોના ની મહામારી વચ્ચે (માં જગદંબા) ની આરાધના રોકી શકાયેલ નથી તેના ભાગરૃપે સેજની ટાંકી પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા દિકરીઓએ માં ના ગરબા બોલી આરાધના કરેલ અષ્ટમીના નોરતે અંધદિકરીઓ એ રાસગરબા રમીને હાજર રહેલ મહેમાનોને મંત્રમુગ્દ્ય કરેલ દાતાશ્રી હીનાબેન કેશવાલા અમેરીકા દ્વારા દિકરીઓને ડ્રેસ આપવામાં આવેલ હતા ઉપસ્થિત મહેમાનો રમેશભાઈ શેઠ, તથા બટુકબાપુ વિજયાબેન લોઢીયા, ભાનુબેન લોઢીયા, ભરતભાઈ વ્યાસ, હીનાબેન કારાવદરા, જયોતીબેન કેશવાલા, ડો.ડી.પી.ચીખલીયા, પરાગભાઈ કોઠારી, સરોજ બેન કોઠારી, રાજેશભાઈ લાલચેતા, સી.જે. ડાંગર સાહેબ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડીયા, કમલેશભાઈ પંડ્યા સંતોકબેન મુદ્રા, કેતનભાઈ નાંઢા પ્રવિણભાઇ જોશી, મનોજભાઈ સાવલીયા આ કાયઁક્રમ ને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા શાંતાબેન બેસ, મુકેશગીરી મેદ્યનાથી દ્વારા જહેમત ઉઠાવેલ.

(12:40 pm IST)