સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

સ્ટાર પ્રચારક નામ બોલે તો ખર્ચ ઉમેદવારના ખાતામાં ગણાય જાય

સ્મૃતિ ઇરાની એકેય મતક્ષેત્રમાં ઉમેદવારનું નામ બોલ્યા નથીઃ બ્રિજેશ મેરજાની સ્પષ્ટ વાત

રાજકોટ તા. ર૪ :.. મોરબીમાં ભાજપની જાહેર સભામાં ભાજપના સ્ટાર પ્રચારક કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની જાહેરસભામાં એક પણ વખત ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ ન બોલ્યાના વિવાદ અંગે તેમણે નિયમ ટાંકીને બચાવ કર્યો છે. બ્રિજેશ મેરજાએ જણાવેલ કે સામાન્ય રીતે સ્ટાર પ્રચારકો જાહેર સભામાં ઉમેદવારનું નામ લેતા નથી. ચૂંટણી પંચના નિયમ મુજબ નામ બોલવાથી સભાનો ખર્ચ જે તે ઉમેદવારના ખાતામાં ઉમેરાતો હોય છે. સ્મૃતિ ઇરાનીએ ગુજરાતમાં જેટલી સભાઓ સંબોધી ત્યાં એકપણ સભામાં ઉમેદવારનું નામ બોલ્યા નથી. નિયમની મર્યાદાના કારણે હું તેમની સભામાં હાજર રહેલ નહિ પરંતુ તેમને મળ્યો હતો. તેમણે મને જીત માટે શુભેચ્છા પાઠવી છે.  

(11:37 am IST)