સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

ઉનાના દરિયામાં મહારાષ્ટ્રના માછીમારો દ્વારા ફીશીંગ સામે રોષઃ માર મારીને ધમકીની ફરીયાદો

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨૪: નવાબંદર - સૈયદ રાજપરાનાં દરિયામાં મહારાષ્ટ્ર રાજયમાંથી ૪૦થી ૪૫ બોટો ગ્રૃપ જુથમાં આવી માછીમારી કરે છે. અને સ્થાનીક માછીમારોને ધમકી આપી, મચ્છરની ઝાળ કાપી નાખી મારકુટ કરતા નવાબંદર મરીન પોલિસમાં રજુઆત માછીમાર બોટ એસોસીએસન મહાજનને કરી છે.

સૈયદ રાજપરા બંદર માછીમાર બોટ એસોસીએશન મહાજનનાં પ્રમુખ બચુભાઇ કડવાભાઇ બાંભણીયા તથા નવા બંદર બોટો એસોસીએશનનાં પ્રમુખ એ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનાં અધિકારીને લેખીતમાં રજુઆત કરી છે કે શૈયદ રાજપરા તથા નવા બંદરના માછીમારી કરવા બોટ ઉભી રાખી હોય છે ત્યારે મહારાષ્ટ્ર રાજયમાંથી ૪૦થી ૪૫ બોટો ગ્રૃપમાં આવી ગ્રૃપ માછીમારી કરી જાય છે.

ગુજરાત સરકારે રાજય સરકારનાં માછીમારો સિવાય ગુજરાતની હદમાં અન્ય રાજયની બોટને માછીમારી કરવાની મનાઇ છે. તેમ છતા આવી ચડે છે. ઝગડો કરે છે તે ઉપરાંત મારપીટ કરે છે તથા પાણીમાં નાખેલ જાળ કાપી નાખી નુકશાન કરે છે જેને કારણે ગુજરાતના માછીમારોને મચ્છી મળતી નથી. ફીસીંગ વગર પરત આવવાથી નુકશાની જાય છે. જો માછીમારી કરવાની ના પાડે તો તે લોકો મારામારી કરે છે. કોઇ મોટો બનાવ બને તે પહેલા અન્ય રાજયની (મહારાષ્ટ્ર)ની બોટોને ગુજરાત રાજયની હદમાંથી નવા બંદર સૈયદ રાજપરાના બોટનાં ખલાસીઓને કુટુંબનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનશે.

(11:44 am IST)