સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

દ્વારકાના પ્રાચીન શ્રી ભદ્રકાલી માતાજીના મંદિરે કાલે હોમ-હવન તથા અનકુટ ઉત્સવનું ભવ્ય આયોજન

દ્વારકા : ભારતીય સંસ્કૃતિમાં શકિત અને માતાને વિરિષ્ટ સ્થાન આપવામાં આવેલ છે, નવદુર્ગા શક્તિની ઉપાસનાનું સર્વોતમ પર્વ એટલે નવરાત્રિ, દ્વારકામાં નવરાત્રિ દરમ્યાન શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરોમાં fધશેષ પૂજા-અર્ચના, શણગાર તથા દર્શન મનોરથ યોજાય છે ,દ્વારકાના  પ્રાચીન શ્રી ભદ્રકાલી માતાજીના મંદિર સંકુલમાં વર્ષ દરમ્યાન ચાર નવરાત્રી અનુક્રમે ચૈત્ર , મહા, અષાઢ અને આસો માસમાં ઉજવાય છે. હાલમાં આસો નવરાત્રિમાં માતાજીને વિશેષ પાણગાર અર્પણ કરાય છે. આગામી તા.૨૪-૧૦-ર૦રા ને શનિવારના રોજ આસો નવમીના પાવન અવસરે મંદિરમાં ભવ્ય અન્નકુટ ઉત્સવ  અને હોમ-ધ્ધન થોજવામાં આવનાર છે.હવન સવારે ૧૦.૩૦ કલાકે શરૂ થશે અને બિડું હોમવાનો સમય સાંજે ૫, ૦૦ કલાકે રહેશે. ઉપરાંત સાંજના સમયે એકાકુટ ઉત્સવ મનોનું ભવ્ય આચૌજન થયેલ છે સમગ્ર ધાર્મિક કાર્ચદમનો લાભ લૈવા મંદિરના પુજારી પંડચા પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવેલ છે,

(12:53 am IST)