સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th October 2020

જામનગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો: વિજયપુર ગામમાં પ્રોવિઝન સ્ટોરની દુકાનની આડમાં આપતો દવા

ધોરણ 10 પાસ રાજેશ રાણપરીયા દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને પૈસા વસૂલતો

જામનગરમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે આરોપી નકલી ડોક્ટર જનરલ સ્ટોરની આડમાં તબીબ તરીકે ઓળખ આપીને દર્દીઓને અલગ અલગ દવાઓ પધરાવીને પૈસા વસૂલ કરો હતો. પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.

 


મળતી માહિતી પ્રમાણે જામનગર તાલુકાના વિજયપુર ગામમાં શ્રીનાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઈ બચુભાઈ રાણપરિયા મેડિકલ ડોક્ટરને લગતી ડિગ્રી ધરાવતો ન હતો. આમ છતાં તે ડોક્ટર તરીકે ખોટી ઓળખ આપીને દર્દીઓને તપાસીને દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપીને પૈસા વસૂલતો હતો. આવી બાતમીના આધારે તેની ધરપકડ કરી હતી.

પોલીસે રાજેશભાઈના ત્યાંથી સ્ટેથો સ્કોપ મશીન, બી.પી માપવાનું મશીન તથા અલગ અલગ પ્રકારની દાવો મળીને કુલ 3,458 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી ડોક્ટરની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નકલી ડોક્ટર માત્ર ધોરણ 10 પાસ જ છે.

 

(8:44 am IST)