સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th October 2018

કેશોદનાં અક્ષયગઢમાં શરદપૂર્ણિમાનો મેળો : પરસોત્તમભાઇ રૂપાલાની હસ્તે પ્રવેશદ્વારનું લોકાર્પણ

જુનાગઢ તા૨૩, કેશોદ તાલુકાના અક્ષયગઢ ખાતે સોરઠ નિવારણ સમિતિ દ્વારા નવનિર્મિત' કુસુમબેન રતુભાઈ અદાણી પ્રવેશદ્વાર'નું કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી શ્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ લોકાર્પણ કર્યુ હતું. કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી શ્રીએ અક્ષય નાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા ત્રણ દિવસના મેળાના વિવિધ કાર્યક્રમમાં પણ સહભાગી થઈ મુખ્ય કાર્યક્રમો ખુલ્લા મુકયા હતા.       

 અક્ષયગઢ ખાતે કુસુમબેન અદાણી પ્રવેશદ્વારના લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે રતુભાઈ અદાણી નું જીવન નવી પેઢીને પ્રેરણા આપે છે .મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રતુભાઇએ સમગ્ર જીવન સમાજસેવામાં સમર્પિત કર્યું હતું .કોઈ કામ તેના માટે નાનુ ન હતું . શ્રી જયકરભાઈ ચોટાઈએ સંસ્થાની પ્રવૃત્ત્િ। અને રચનાત્મક કાર્યોની રૂપરેખા આપી આ પ્રવેશદ્વારમાં ઓરિસ્સાના કારીગરો દ્વારા કલાત્મક કાર્ય કરવામાં આવ્યું છે તેની માહિતી આપી હતી.

 સંસ્થાના શ્રી પ્રભુચરણ સ્વામીએ જણાવ્યું હતું કે સંસ્થામાં ગુરુકુળના માધ્યમથી શિક્ષણ પ્રવુતિ વિસ્તારવામાં આવી રહી છે. સંસ્થાની મુલાકાતે આવતા દર્શનાર્થીઓ માટે પણ આનુસંગિક વ્યવસ્થાઓ તેમજ બાળકોને મનોરંજન મળે તે માટે પણ સંસ્થાના પ્રયાસ અને સુવિધાઓ કાર્યરત છે.

આ પ્રસંગે શ્રી ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્વેતવૈકુંઠ સ્વામી, અગ્રણી શ્રી હેમંતભાઈ નાણાવટી, શ્રી લાલજીભાઈ બરવાળા ,શ્રી મોહનભાઈ પટેલ, શ્રી ભગવાનજીભાઈ કાકડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:56 pm IST)