સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 24th October 2018

જેતપુરના પીઠડીયામાં જમીન સંપાદન મુદ્દે માંગણી સ્વીકારાતા ખેડુતોનુ આંદોલન સમેટાયુ

જેતપુર તા.ર૪ : ગુજરાત સરકારના એનસી૩૭ પ્રોજેકટ નર્મદા પાણીની લાઇટ નાખવા અંગે થતી કામગીરીમાંં ખેડુતોને અન્યાય થતો હોય રપ ગામોના ખેડુતોની ફળદ્રુપ જમીન સંપાદાન કરી પુરતુ વળતર આપવામાં આવતુ ન હોય આ પ્રશ્ને છેલ્લા ર વર્ષેથી ખેડુત સમાજ ગુજરાતના જીલ્લા પ્રમુખ ચેતનભાઇ ગઢીયાએ આંદોલન શરૂ કરેલ. જેમાં મુખ્ય ૪ માંગણીઓ ખેડુતોની જમીન કાયમી ભાડા પટે સંપાદન કરવી નીયંત્રણ રેખા રપ મીટર મીધરા ૯ મીટર, બીનખેતી વિસ્તારમાં ૪ ગણુવતર આપવું જયા કામગીરી પુર્ણ થાય ત્યાં જમીન યથાવત કરવી દર્શાવવામાં આવેલ જે  માટે અનેક કાર્યક્રમો આપેલ.

આ આંદોલન કારીઓનો અવાજ તંત્રના બહેરાકાને અથડાતા ગઇ કાલે કલેકટર રાહુલ ગૂપ્તાએ પીઠડીયા ગામે ખેડુતો સાથે મીટીંગ કરી લેતા આંદોલન અંગેની તમામ માહિતી મેળવી પરીસ્થિતીથી વાકેફ થઇ ખેડુતોની માંગ નીયંત્રણ રેખા રપ મીટરીને બદલે ૯ મીટર કરવામાં આવશે અને પુરૂત વળતર આપવાનું સ્વીકારતા આંદોલનનો સુખદ અંત આવેલ ખેડુત સમાજ દ્વારા પીઠડીયાના ખેડુતોને સાથે રાખી કુલ૭૪ જેડુત ખાતેદારોમાંથી પર ખેડુત ખાતેદારોને પોતાની જમીન સંપાદનમાંથી મુકતી મળેલ અને કલેકટરએ અન્ય ત્રણ માંગણીઓ વીશે સરકારમાં રજુઆત કરવા ખાત્રી આપેલ જેથી કલેકટરના હસ્તે શ્રીફળ વધેરી આ પ્રોજેકટના પાઇપ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવેલ.

તેતનભાઇ ગઢીયા અને તેની ટીમને આ આંદોલનમાં સફળતા અપાવવા બદલે ખેડુતોએ આભાર વ્યકિત કરેલ.(૬.૧૭)

(1:59 pm IST)