સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th September 2022

મોરબીમાં દરગાહ જમીનની રજૂઆત મામલે વિવાદ સર્જાયા બાદ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ ખુલાસો કર્યો

અખબારી યાદી જાહેર કરી મંત્રીએ સ્પષ્ટતા કરી.

મોરબી જીલ્લામાં વવાણીયા ગામમાં દરગાહ જમીન આપવા બાબતની રજૂઆત સંદર્ભે વિવાદ વકર્યો હોય જેને પગલે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અખબારી યાદી પ્રસિદ્ધ કરીને સ્પષ્ટતા કરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અગાઉ કલેકટરને કરેલી રજૂઆત સંદર્ભે પત્ર લખ્યો હતો કલેકટરને જણાવ્યું છે કે જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાએ તેમની સમક્ષ રજૂઆત કરી હતી તેમના વતનના ગામ વવાણીયામાં દરગાહ માટે જમીન બાબતે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અગાઉ પત્ર પાઠવ્યો હતો તે બાબતે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી આ બાબતે કોઈ મૌખિક કે ફોનથી કોઈ સુચના આપી નથી માત્ર જીલ્લા ભાજપ મહામંત્રીની રજૂઆત આપના સુધી મોકલેલ પરંતુ હવે આ બાબત પાછી ખેંચું છું અને કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી તેવું સ્પષ્ટ કલેકટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું
દરગાહ મામલે કરેલી રજૂઆત સંદર્ભે વિવાદ વકર્યો હતો જેના પગલે મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સાંજે અખબારી યાદી પ્રસિદ્ધ કરી સ્પષ્ટતા કરી છે જેમાં જણાવ્યું છે કે વવાણીયા ગામે દરગાહ માટે જમીન આપવા બાબતે ગામના વતની અને જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાએ તેમની પાસે રજૂઆત કરી હતી જેથી તે રજૂઆત કલેકટરને મોકલી હતી જે બાબતે મંત્રીએ કલેકટરને ક્યારેય રૂબરૂ, ફોનથી કે બેઠક રાખીને સુચના આપી નથી એટલું જ નહિ આ પત્ર પાછો ખેંચી લીધો છે અને કલેકટરને સ્પષ્ટ જણાવ્યું છે કે અગાઉની મારી લેખિત રજૂઆત રદ કરવી. જાહેર જીવનમાં હોવાથી રજૂઆત આવતી હોય તે સંબંધિતોને તબદીલ કરાતી હોય છે આ કિસ્સામાં પણ રજૂઆત માત્ર તબદીલ કરી છે
તેમાં કઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી એટલે ગેરસમજણ ન થાય તે માટે સ્પષ્ટતા કરવી અનિવાર્ય જણાઈ આવે છે આમાં કોઈ લાગણી દુભાવવાનો લેસમાત્ર ઈરાદો ના હતો વિશેષ ગેરસમજણ ન ફેલાય તે માટે ચોખવટ કરવી અનિવાર્ય હોવાનું તેઓએ અંતમાં જણાવ્યું છે.

(8:33 pm IST)