સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th September 2022

ધોરાજીમાં ચાલીસ વર્ષીય વિધવા મહિલા પર સાવકા ભત્રીજાએ છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર.

મહિલા સાથે દુષ્કર્મ ઉપરાંત રોકડ રકમ અને સોનાના દાગીના લૂંટી લીધી હોવાની પણ ફરિયાદ

ધોરાજી:ધોરાજી શહેરમાં ચાલીસ વર્ષીય વિધવા મહિલા પર તેમના સાવકા ભત્રીજાએ છરીની અણીએ દુષ્કર્મ આચરી મહિલાના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટી લીધી હોવાની ધોરાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.
મળતી વિગતો પ્રમાણે ધોરાજી શહેરના બહાર પુરા વિસ્તારમાં રહેતા વિધવા 40 વર્ષીએ મહિલાએ ધોરાજી પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ પીડિતાના પતિનું છ વર્ષ અગાઉ અવસાન થયું હોય અને ત્યારબાદ પીડિત મહિલા પોતાના ભાઈ સાથે રહેતી હતી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે તેમનો સાવકો ભત્રીજો દિલીપ ખીમજીભાઈ પરમાર ઉંમર વર્ષ 30 વાળો ગત તારીખ 22/8/22 ના રોજ રાત્રિના પીડિતાના ઘરે આવી ઘરે અન્ય કોઈ ન હોવાથી તકનો લાભ લઈ છરીની અણીએ પીળીતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને ત્યારબાદ થોડા દિવસોમાં ફરી પીડિતાના ઘરે જઈ દુષ્કર્મનો ભોગ બનનાર મહિલાના સોનાના કાનના બુટીયા અને રોકડ રકમ ની લૂંટ ચલાવી નાસી ગયો હતો.
  વિધવા પીડિત મહિલાએ સમાજમાં બદનામી ન થાય તે માટે જે તે સમયે કોઈપણને આ વાત કરી ન હતી. ત્યારબાદ પીડીતા એ પોતાના ભાઈ સાથે જે ઘટના બની તેની જાણ કરતાં ધોરાજી પોલીસ મથકે મહિલાના અરજી નિવેદન પરથી ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલિસે 376 (2 ) 392, 324 મૂજબ ગુનો નોંધ્યો હતો જેની તપાસ સીપીઆઈ ચલાવી રહ્યા છે

(8:23 pm IST)