સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

મોરબીના રંગપર ગામ નજીક આવેલ એક્સીસ બેંકનું એટીએમ તોડી રોકડ રકમની ચોરીનો કરાયો પ્રયાસ

કાર શો રૂમમાં થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી તાય્રે હવે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ

મોરબી પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે તેમજ ચોરી જેવા ગુનામાં ઘટાડો નોંધાયું હોવાનું રેંજ આઈજીએ વાર્ષિક ઇન્સ્પેકશન સમયે કહ્યું હતું જોકે મોરબીમાં રવાપર રોડ પર બેંક એટીએમ તોડી ચોરીનો પ્રયાસ બાદમાં કાર શો રૂમમાંથી લાખોની રોકડ ચોરી બાદ હવે રંગપર નજીક બેંક એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે

રંગપર ગામ નજીક આવેલ એક્સીસ બેંકનું એટીએમ તોડી રોકડ રકમની ચોરીનો પ્રયાસ તસ્કર ટોળકી દ્વારા કરવામાં આવ્યો હતો રોકડ કાઢવાની લાલચમાં ટોળકીએ એટીએમ તોડી નાખ્યું હતું પરંતુ તસ્કરોને રોકડ દલ્લો હાથ લાગ્યો ના હતો જે બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ તુરંત દોડી ગઈ હતી અને બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે  અત્રે ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પૂર્વે રવાપર રોડ પર એક્સીસ બેંક એટીએમ તોડી રોકડ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો કાર શો રૂમમાં થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી તાય્રે હવે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરાયો છે જે પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે આંગળીઓ ચીંધે છે અને નાઈટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત થઇ રહ્યા છે

(12:08 am IST)