સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 23rd September 2022

લખપત તાલુકાના અરજદારોએ ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્‍સ મેળવી લેવા અનુરોધ

ભુજ:આગામી દિવાળીના પર્વ દરમિયાન લખપત તાલુકાના અરજદારોને ફટાકડા વેચાણ માટે હંગામી લાયસન્‍સ આપવાના રહે છે. આ માટે જેઓ હંગામી લાયસન્‍સ મેળવવા માંગતા હોય તેઓએ લખપત મામલતદારની કચેરીમાંથી નિયત અરજી ફોર્મ મેળવી નિયત લાયસન્‍સ ફી ના ચલણ સાથે અરજી સબંધિત મામલતદાર કચેરીએ આ અખબારી યાદી પ્રસિધ્ધ થયાના દિન-૭ માં ઉપરોકત કચેરીએ સમય દરમ્‍યાન જમા કરાવવાની રહેશે. ત્‍યારબાદ આવેલ અરજીઓ ધ્‍યાને લેવામાં આવશે નહીં તેવું એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ, લખપત -મુ.દયાપર દ્વારા જણાવાયું છે.

(12:04 am IST)