સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th September 2021

મોરબી સીએ એસોના હોદેદારોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી

મોરબીના ધારાસભ્ય અને ગ્રામ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને શિક્ષક મંત્રીની મુલાકાત લીધી.

મોરબી સીએ એસો ટીમ દ્વારા ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ મોરબીના ધારાસભ્ય અને ગ્રામ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની શુભેચ્છા મુલાકાત કરી હતી

જે મુલાકાત પ્રસંગે સીએ એસો મોરબી દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે રાજ્યના ફાયનાન્સ મીનીસ્ટર કનુભાઈ દેસાઈને આવેદન પાઠવી રજૂઆત કરી હતી જેમાં પ્રમોટર અને ભાગીદાર રહેણાંક મકાનના સરનામાં બાબતે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન માટે અરજી કરતી વખતે ભાગીદારના વ્યક્તિગત સરનામાં માટે આવા અક્ષાંશ અને રેખાંશ દાખલ કરવાની કોઈ વ્યવસ્થા જીએસટી પોર્ટલ પર કરવામાં આવી નથી અધિકૃત પ્રતિનિધિ પ્રશ્ને કેટલાક કિસ્સાઓમાં પણ ઉઠાવવામાં આવ્યા છે જ્યાં અરજદારે અધિકૃત પ્રતિનિધિ સામે સ્પષ્ટપણે ના પસંદ કર્યું હતું
આધારપ્રામાણિકરણમાં એવા કેટલાક કિસ્સાઓમાં પણ ઉઠાવવામાં આવ્યા છે જ્યાં અરજદાર દ્વારા ઓટીપી મારફતે પહેલેથી જ આધાર પ્રમાણિકરણ પૂર્ણ કરી લીધું છે જે વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રાહકો તેમજ સીએને પડતી સમસ્યાઓ નિવારવા માટે માંગ કરવામાં આવી હતી
જે મુલાકાત વેળાએ મોરબી સીએ એસો ટીમના બ્રિજેશભાઈ કાલરીયા, વિજયભાઈ સીતાપરા, રાજેશભાઈ એરણીયા, ચિરાગભાઈ સંઘાણી, લખન ભોજાણી, મહેન્દ્ર ભાલોડીયા, દીપક બકરાણીયા, જીતેશ ચંદ્રોલા અને ચિરાગ બાલધા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(9:49 pm IST)