સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th September 2021

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા

સંગઠન વિસ્તૃતીકરણ માટે બગસરા તાલુકા અને શહેર સમીતીની મીટીંગ મળી

અમરેલી, તા. ર૪ : અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુ થી બગસરા ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ મીટીંગ માં બગસરા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રન્ટલના હોદ્દાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી,હાજર કોંગ્રેસ અગ્રણીઓ ના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.

 પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ કોવિડ ન્યાય યાત્રા કાર્યકનમ ની વિસ્તૃત સમજ આપી,કોરોના મહામારી માં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખ ની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસ ા કાર્યકરો ને મદદરૂપ થવા જણાવ્યું હતું.

કોંગ્રેસ ના દરેક પાયા ના કાર્યકરો એ આ તકે કોઈપણ જાતના રાગદ્વેષ વિના એકસંપ થઈ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી  ઈચ્છા જિલ્લાપ્રમુખશ્રી સમક્ષ વર્ણવી હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસપ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પક્ષ ના સકિનય અને વફાદાર કાર્યકર્તાઓ ને જ જવાબદારી ઓ સોંપવા માં આવશે તેમ જણાવેલ હતું.

આજના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી, પ્રદેશ મંત્રી સુરેશભાઈ કોટડીયા, જિ.પં.પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલા, જિલ્લા મહામંત્રી જનકભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ  મનીષભાઈ ભંડેરી, જિ.પં.સદસ્ય માઈકલભાઈ, બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ દુધાત, બગસરા તા.પં. પ્રમુખ દલસુખભાઈ પાનસૂરિયા, ઉપપ્રમુખ  બાબુભાઇ બકરાણીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર, અનકભાઈ વાળા, નગરપાલિકા નેતા વિપક્ષ જમાલભાઈ સરવૈયા, જિલ્લા કિસાન સેલના  સત્યમભાઈ મકાણી, ઓ.બી.સી.સેલના શ્રી રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પોકિયા,  તા.પં.સદસ્યો તથા નગરપાલિકા સદસ્યો સહિતના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(1:41 pm IST)