News of Friday, 24th September 2021
ભાવનગરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો
ભાવનગર તા.૨૪ : ભાવનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના એક થી બે સંખ્યા ડબલ ફિગર થઈ છે.
કોરોનાના પાંચ પોઝિટિવ કેસ નોંધાયા બાદ આજે પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે ભાવનગરમાં કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધીને ૧૦ થવા પામી છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાતા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
(10:21 am IST)