News of Thursday, 24th September 2020
અબડાસાના મોથાળા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક સવારનું મોત: કાર ચાલક ફરાર
પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી
કચ્છના અબડાસાના મોથાળા નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલક આધેડનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક કાર છોડી ફરાર થઈ ગયો હતો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(8:45 pm IST)