સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

જુનાગઢના મહિલા બુટલેગરનો કારમાં છૂપાવી દારૂ લાવવાનો મનસુબો નિષ્ફળ બનાવ્યો

વિદેશી દારૂની બોટલ-બિયર સહિત ૧.૩૧ લાખનો મુદામાલ જપ્ત

જુનાગઢ, તા. ર૪ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા ગે.કા. પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા.પો.ઇન્સ.શ્રી આર.કે. ગોહિલ સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.હેડ કોન્સ. એસ.એ. બેલીમ તથા પો.કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટાને બાતમી મળેલ કે, જુનાગઢ ધરાનગરમાં રહેતો પવિણ ભનુભાઇ તથા પુજાબેન કિશોરભાઇ ખાંટ દરબાર બંને જણા વેગનાર કાર રજી.નં. જીજે૧૦-એફ-૮ર૦૩માં દિવથી ગે.કા. રીતે વિદેશી દારૂનો જથ્થો ભરી સાસણથી મેંદરડા થઇ જૂનાગઢ તરફ જવાના છે.

હકીકત આધારે મેંદરડા રોડ પર વોચમાં રહેતા કાર આવતા તેને રોકાવતા ડ્રાઇવર નાસવા જતાં સાથેના પો.કોન્સ. ડાયાભાઇ કાનાભાઇ તથા દિવ્યેશકુમાર ડાભી દ્વારા પીછો કરી પકડી પાડી કાર ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો મળી આવતા જે તમામ પ્રોહી લગત મુદ્દામાલ કબ્જે કરી મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો રજી. કરાવેલ છે.

આ બનાવ અંગે પ્રવિણ ભનુભાઇ ચોરવાડા તથા પુજાબેન વા.ઓફ કિશોરભાઇ મુળીયા રહે. જૂનાગઢ, ધરાનગરની ધરપકડ કરી  છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલમાં સેગ્રામ ઇમ્પીરીયલ બ્લુ હાર્ડ પીકડ ગ્રેઇન વ્હીસ્કી ચપટા નંગ-૪૮ કિ.રૂ. ૮,૮૮૦, કિમ્પીસ સ્પેશીયલ વ્હીસ્કી બોટલ-૧૮ કિ.રૂ. ૬૪૮૦, કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૪ની કિ.રૂ.૪૦૦, રોયલ સ્ટેગ કલાસીક વ્હીસ્કી ચપટા નંગ-૪૮ તથા ૩૭પ એમ.એલ. ચપટા નંગ-ર૪ મળી કુલ કિ.રૂ. ૯૯૩૬, વેગનાર કાર રજી નં. જીજે-૧૦-એફ-૮ર૦૩ કિ.રૂ.૧,૦૦,૦૦૦, મો. ફોન-ર કિ.રૂ. ૬૦૦૦ મળી કુલ કિ.રૂ. ૧,૩૧,૬૯૬નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા.પો.ઇન્સ.શ્રી આર.કે. ગોહીલ, તથા પો.સ.ઇ.શ્રી ડી.જી. બડવા તથા પો.હેડ કોન્સ. એસ.એ. બેલીમ, બી.કે. સોનારા, પો.કોન્સ. ભરતભાઇ સોનારા, યશપાલસિંહ જાડેજા, ડાયાભાઇ કાનાભાઇ, કરશનભાઇ કરમટા, દિવ્યેશકુમાર ડાભીએ કરી હતી.

(2:23 pm IST)