સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

જેતપુરમાં તસ્કર ટોળકી સક્રિયઃ એક સપ્તાહમાં બે ચોરી, ચીલ ઝડપનો નિષ્ફળ પ્રયાસ

કારીગરના થેલામાંથી રૂ.૧.૪ર લાખ રોકડા અને ત્રણ મોબાઇલની ચોરીઃ ઇલેકટ્રોનિકની દુકાનમાંથી હોમ થીયેટરની ચોરી

જેતપુર : શહેરમાં છેલ્લા થોડા સમયથી ચોરીના બનાવો બનવા લાગ્યા હોય કોઇ તસ્કર ટોળકી સક્રિય થઇ હોવાનું ચર્ચાય રહયું છે. એક સપ્તાહ પહેલા ચીલઝડપનો નિષ્ફળ પ્રયાસ થયેલ તે મહિલાએ પોલીસ ફરિયાદ કરેલ ન હતી. ઉપરાંત રૂ. દોઢ લાખની ચોરી પણ પોલીસ દફતરે નોંધાઇ ચુકી છે.

શહેરના સુદામાનગર વિસતારમાં બપોરના સમયે ૧ મહિલા પોતાના મોટર સાયકલ પરજતી હોય તેના ઉપર એક શખ્સે ચીલઝડપનો પ્રયાસ કરેલ. મહિલાની સાવચેતીથી નિષ્ફળ ગયેલ.

બાદ કારખાનામાં રહી મજુરીકામ કરતા પરપ્રાંતિય કારીગરની બેગમાં રાખેલ રોકડ રૂ. ૧.૪ર લાખ અને ૩ મોબાઇલની ચોરી થયેલ. જો કે તેની ફરીયાદ નોંધાતા લોકલ ક્રાઇમબ્રાંચે તે તસ્કરને પકડી પાડેલ. ગઇકાલે જુનાગઢ રોડ પર આવેલ સંસ્કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રદિપભાઇ દિનેશભાઇ રૂપાપરાએ પોતાનું મોકસા, હોન્ડા સાઇન નં.જીજે-૦૩ જેએસ પ૮૬૧ કિ. રૂ.રર હજારનું એપાર્ટમેન્ટના પાર્કિગમાં પાક કરેલ તે કોઇ તસ્કર ઉઠાવી ગયાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય હતી.

ઉપરાંત શહેરના હાર્દસમા વિસ્તાર સ્ટેન્ડ ચોકમાં આવેલ એક ઇલેકટ્રોનિકની દુકાનના માલીકે બહારગામ ગોઠવેલ સામાનમાંથી હોમ થીયેટરની ચોરી કરી ગયેલ. જે સીસીટીવી કેમેરામાં ચેક કરતા એક શખ્સ નજરે પડેલ. પરંતુ આ દુકાન માલીકે ચોરીની ફરીયાદ નોંધાવાનું ટાળેલ. આ ઉપરાંત સામાન્ય ચોરીના બનાવ બનતા હોય પરંતુ નાની ચોરી હોય લોકો ફરીયાદ કરવાનું ટાળે છે. જેથી તસ્કરોને પ્રોત્સાહન મળે છે.

શહેરમા ચોરીના અન્ય બનાવો બને તે પહેલા જ તસ્કરોને પકડી યોગ્ય સજા કરાવે એવી લોક માંગણી ઉઠી છે.

(12:56 pm IST)