સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

દેવભૂમિ જિલ્લામાં કોરોનાના ૧ર કેસઃ ર૩ ડીસ્ચાર્જ

ખંભાળીયા તા. ર૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીમાં પોઝીટીવ કેસનો પ્રવાહ સતત ચાલુ જ છે. ગઇકાલે જિલ્લામાં વધુ ૧ર કેસો નોંધાયા હતાં.

ભાણવડમાં ત્રણ, દ્વારકામાં બે તથા ખંભાળીયામાં સાત કેસ નોંધાયા હતા તથા દ્વારકામાં ૧૬, ભાણવડમાં બે તથા ખંભાળીયામાં પાંચ મળીને કુલ ર૩ ડિસ્ચાર્જ કરાયા હતાં. સતત ત્રીજા દિવસે પણ કુલ કોરોના પોઝીટીવ કરતા ડીસ્ચાર્જનું પ્રમાણ બમણા જેવું રહ્યું છે.

નવા અગિયાર કંટેટમેન્ટ ઝોન

કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડી ને અગિયાર નવા કંટેટમેન્ટ ઝોન જાહેર કરાયા હતાં. જેમાં શકિતનગરમાં પ્રવિણ દેવજી કણઝારીયાનું ઘર, જયેશ અનંતરાય દવેનું ઘર શ્રીજી શેરી નં. ૧, સુનિલ કદાવતા સહિત ત્રણ ઘર મધુવન પાર્ક, ભાણવડ, વલભ કરસન રાઠોડનું ઘર દરબાર પાડો વેરાડ તા. ભાણવડ, રમેશ દેવા પ્રજાપતિનું ઘર વિકાસ વાડી કલ્યાણપુર, રવજી બોઘા હડીયાળનું ઘર ગાગા, કાના રણમલ માડમનું ઘર રણજીતપરા ભાણવડનો સમાવેશ થાય છે.

પંદર કંટેટમેન્ટ મુકત થયા

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કુલ ૧પ કંટેટમેન્ટ ઝોનથી મુકત કરાયા છે. જેમાં નવાપરા શે. નં. ૧, જલારામ વાડી પાસે ભાણવડ, સિધ્ધનાથ મંદિર પાસે દ્વારકા, મેઇન બજાર નવાગામ ભાણવડ, શિવમ પાર્ક ભાણવડ જિ. સહિત પંદર મુકત કરાયા છે.

(12:52 pm IST)