સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

તળાજામા મેઘરાજનું કહેર સ્વરૂપઃ દકાના ગામે તળાવ તૂટયૂ : દિહોર ગામે વીજળી પડતાં આગમાં ત્રણ ભેંસના મોત : મોલાતનો નાશઃ તળાજી નદીમાં ફરી આવ્યું પુર

ભાવનગર તા.૨૪ :  તળાજા શહેર અને પંથકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ધોધમાર વરસાદ, દિહોર સમઢીયાળા ગામે વીજળી ત્રાટકવી, દકાના ગામનું વર્ષો જૂનું તળાવ તૂટવા ના બનાવો અને ખેતરમાં જે મૌલાત ઉભી હતી,થોડી આવક આવે તેવી ખેડૂતો ની આશા પર પણ  પાણી ફરી વળ્યું હતું.

તળાજા શહેર અને પંથકમાં હવે મેઘરાજાની મહેરબાનીના બદલે જવા રીતે વરસાદ વરસી રહ્યો છે ત ેહવે કહેર વરસાવી રહ્યો છે. ગઇકાલે  સવારે ચારેક વાગ્યાના અરસામાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા વચ્ચે વાતાવરણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા સીનારીયા વચ્ચે નવેક વાગ્યા સુધી કયારેક ધોધમાર તો કયારેક ધીમી ધારે વરસાદ વરસી ગયો .

દકાના ગામની ઉપરવાસ ભારે વરસાદ ને લઈ વર્ષો જુના તળાવમાં પાણી ની ધસમસતી આવકના કારણે તળાવ નો પાળો તૂટી જતા નીચાણ વાળી વાદીઓમાં પાણી ફરી વળ્યાં હતા.ખેડૂતો ની તમામ ફસલ પર પાણી ફરી વળ્યું હતું.

દિહોર ગામે નરેશ ભુપતભાઇ ઘોલ જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય ઢાળીયા પર વીજળી પડતા અહીં નિરણમાં આગ લાગતા નિરણની જવાળાઓને લઈ અહીં બાંધાવમાં આવેલ ત્રણ ભેંસ બળીને મોતને ભેટી હતી.

છેલ્લા એક દાયકામાં તળાજી નદી સતત પંદર દિવસ થી વહેતી હોય તે આ ચોમાસા દરમિયાન જોવા મળ્યું. આજે સવારે ભારે વરસાદ ના પગલે નદીમાં પુર આવ્યૂ હતું. તળાજાના પશુપાલક અને ખેડૂત મનુભાઈ હડિયા એ આજના વરસાદને લઈ જણાવ્યું હતું કે મગફળી કપાસની ઉપજ થોડી લઈ શકાશે તેવી આશા હતી તેના પર પાણી ફરી વળ્યું હતું. એટલુંજ નહિ ડુંગળીનું જેમણે બી વાવ્યૂ હોય તે સાવ નિષ્ફળ ગયેલ છે.ખેડૂતોની દશા હવે ખરાઅર્થમાં માઠી થવા પામી છે.

(11:50 am IST)