સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

જસદણના રાણપરડા ગામે રસ્તા પ્રશ્ને ધર્મેશભાઇ પટેલ ઉપર લાકડીથી હૂમલો

રાજકોટ તા. ર૪ :.. જસદણના રાણપરડા ગામે રસ્તા પ્રશ્ને પટેલ યુવાન ઉપર લાકડીથી હૂમલો થયો હતો.

મળતી વિગતો મુજબ જસદણના રાણપરડા ગામે રહેતા ધર્મેશભાઇ મનસુખભાઇ વસાણી (પટેલ) ને તે જ ગામના ભરત ભીમજીભાઇ દસલાણીએ રસ્તે ચાલવાની ના પાડી લાકડાના બડીકાથી હૂમલો કરી માથામાં તથા આંગળીમાં ઇજા કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઇજાગ્રસ્ત ધર્મેશભાઇએ ભરત સામે આટકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા આટકોટના એ.એસ.આઇ.પુનાભાઇ જાડાએ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)