સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

સુરેન્દ્રનગરમાં દવાની દુકાનના ૧૭ કર્મચારી અને મૂળી સ્વામિનારાયણ મંદિરના ૬ સંતો બે પાર્ષદો સહિત ૧૧ ને કોરોના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૪ :  સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસે અજગરી ભરડો લીધો છે અને જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધી રહ્યાં છે ત્યારે દિન-પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ વધતાં લોકો સહિત તંત્રમાં તાજેતરમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પણ કોરોના પોઝીટીવ આવતાં સ્થાનિક કોંગ્રેસના હોદ્દેદારોમાં ચીંતાની લાગણી ફેલાઈ જવા પામી હતી. જયારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખને પોતાના ગામ થોરીયાળી ખાતે હોમ આઈસોલેસન કરી સારવાર શરૂ કરી હતી. જયારે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરના દુધરેજ રોડ પર આવેલ સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલના કંમ્પાઉન્ડમાં આવેલ દવાની દુકાનના ૪૦ જેટલાં કર્મચારીઓમાંથી ૧૭ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ ઉપરાંત મુળી સ્વામીનારાયણ મંદિરમાં ભકિત કરતાં ૬ સંતો અને બે પાર્ષદો સહિત મુળી શહેરી વિસ્તારના ૧૧ જેટલા લોકોને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જયારે લખતર તાલુકાના તલસાણા ગામે પણ આધેડને કોરોના પોઝીટીવ આવ્યો હતો આમ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો સતત વધતાં લોકોમાં ચીંતા ફેલાઈ ગઈ હતી.

જિલ્લામાં વધુ ૨૨ પોઝીટીવ કેસ નોંધાયા કુલ કોરોના આંક ૧૭૬૯

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં હાલ અનલોક દરમ્યાન સરકારે છુટછાટ આપ્યાં બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તેમજ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યા વધી રહી છે અને લોકોમાં દિન-પ્રતિદિન કોરોના વાયરસ પ્રત્યે ગંભીરતાં ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ ૨૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં જે તમામ દર્દીઓને હોસ્પીટલ સહિત હોમ આઈસોલેશન કરી સારવાર આપવામાં આવી રહી છે. જયારે આ સાથે જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૧૭૬૯ ઉપર પહોંચ્યો હતો.

(11:45 am IST)