સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

સુરેન્દ્રનગરમાં વિચરતી જાતિના પરિવારોના આવકના પ્રમાણપત્રના ફોર્મ ભર્યા

વઢવાણ તા.૨૪ : હાલ સુરેન્દ્રનગર જીલ્લા મા વિચરતી અને વિમુકત જાતિઓ ના પરિવારો ને રહેણાક માટે પ્લોટ ની કાર્યવાહી ચાલુ છે. વિચરતા સમુદાય સમર્થન મંચ દ્રારા સુરેન્દ્રનગર મા વસતા રાવળ, બજાણિયા, વણઝારા પરિવારો ને પ્લોટ મળે તે માટે ફોર્મ ભરેલા હતા પરંતુ ૪૭૦૦૦ રુ. કરતા આવક વધારે હોવાથી એ પરિવારો ને પ્લોટ ના મળે એવી વાત કરવામા આવી.!! જયારે વઢવાણ, સુરેન્દ્રનગર સીટી વગેરે મામલતદાર કચેરી મા ઓછામા ઓછી ૭૦૦૦૦ ના આવક ના દાખલા નીકળે એના કરતા ઓછી આવક ના દાખલા આપતા જ નથી જેના કારણે વિચરતી જાતિના પરિવારો ને પ્લોટ મળવા અસંભવ થઈ જાય!!

વિચરતા સમુદાય સમર્થન મંચ ના હષઁદ કે વ્યાસે સુરેન્દ્રનગર કલેકટર  કે.રાજેશને રજુઆત કરતા અધિકારીઓને આ પરિવારો ને ઓછી આવક ના પ્રમાણપત્ર આપવા સુચના આપી અને આવા વિચરતી જાતિ ના પરિવારો ના આવકના પ્રમાણપત્રના ફોર્મ ભર્યા હતા.

(11:35 am IST)