સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

પોરબંદરના કોરોનાના વધુ 10 કેસ સહીત અન્ય જિલ્લાના 4 મળીને નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા

કડિયા પ્લોટ, રાણાકંડોરણા, ખાગેશ્રી, જુના ફુવારા, સીમર, કાટવાના નેસ, છાયા, ઇન્દિરા નગર સહિતના વિસ્તારોમાં કોરોના કેસ

પોરબંદર : પોરબંદર ખાતેની લેબમાં લવાયેલ કોરોના સેમ્પલના પરીક્ષણમાં પોરબંદરના કોરોનાના વધુ 10 કેસ સહીત અન્ય જિલ્લાના 4 મળીને નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં કડિયા પ્લોટ,રાણાકંડોરણા ,ખાગેશ્રી,જુના ફુવારા,સીમર,કાટવાના નેસ,છાયા,ઇન્દિરા નગર સહિતના વિસ્તારોમાં કોરોના  કેસ નોંધાયા છે જૂનાગઢના બે અને માંગરોળના બે સેમ્પલ પણ પોઝિટિવ નોંધાયા છે આજે વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ  કરતા કુલ 403 દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે હાલમાં 40 એક્ટિવ કેસ છે 

(8:48 am IST)