સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

આજે જસદણ શહેર તાલુકામાં ૧પર વિંછીયા શહેર તાલુકામાં ૪૭ના કોરોના ટેસ્ટ કરાયાઃ કુલ ર૧ પોઝીટીવ કેસ નોંધાયા

 

જસદણઃ આજે જસદણ શહેર-તાલુકામાં ૧પર, વિંછીયા શહેર તાલુકામાં ૪૭ના કોરોના ટેસ્ટ કરાયા હતા. જેમાં કુલ ર૧ પોઝીટીવ કેસ નોંધાયા છે.

આ અંગેની વિગતો જોઇએ તો જસદણ - વિંછીયા પંથકમાં કોરોના વધતો જાય છે. આજેજસદણ શહેર અનેતાલુકામાં ૧૫૨ તથા વિંછીયા શહેર અને તાલુકામાં૪૭  રિપોર્ટમાં જસદણ શહેરની ૪ મહિલા અને૧૦ પુરૂષનો તેમજ આટકોટ ૩, કમળાપુર ૧ અનેવિંછીયા ૧ એમ કુલ ૧૯ વ્યકિતઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ આર.ટી.પી.સી.આર. રાજકોટ લેબોરેટરી રિપોર્ટમાં જસદણના ૧ પુરૂષનો અને જીવાપરના ૧ પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવતા આજના દિવસમાં કુલ ર૧ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે.

(8:47 am IST)