સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 24th September 2020

ભાવનગરમાં વધુ બેના મોત - ૩૭ કેસ : જામનગરના મેયર જેઠવાને કોરોના

બોટાદમાં ૧૧, ગોંડલ - ૪૯, મોરબીમાં ૨૬ કેસો : ATM ગાર્ડને પોઝિટિવથી કોડીનાર SBI બંધઃ સોમનાથમાં ST અને SRP મળી ૧૬૯થી વધુ કર્મચારીઓના ટેસ્ટ : તમામ નેગેટીવ

રાજકોટ તા. ૨૪ : સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોના વધુને વધુ પ્રસરતો રહ્યો છે ત્યારે ભાવનગરમાં વધુ બેનો ભોગ લેવાયો છે અને બીજા ૩૭ કેસ નોંધાયા છે તો જામનગરના મેયર જેઠવા પણ કોરોના ગ્રસ્ત બન્યા છે જે અહેવાલો અહીં રજૂ છે.

ભાવનગર જિલ્લામાં  ૩૮૦ દર્દીઓ સારવારમાં

ભાવનગરમાં કોરોનાએ વધુ બેનો ભોગ લીધો છે શહેર અને જિલ્લામાં કોરોનાથી એક એકના મોત નીપજયા છે.

જિલ્લામા વધુ ૩૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૯૦૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૧૯ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ગારીયાધાર ખાતે ૧, ઘોઘા ખાતે ૨, મહુવા ખાતે ૪, જેસર ખાતે ૧, પાલીતાણા તાલુકાના ખીજડીયા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૩, સિહોર તાલુકાના વડીયા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના સથરા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૮ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૬ અને તાલુકાઓના ૧૩ એમ કુલ ૪૯ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભાવનગર શહેર તથા સિહોર તાલુકાના ખારી ગામ ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૯૦૮ કેસ પૈકી હાલ ૩૮૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૪૫૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૪ દર્દીઓના અવસાન થયેલ છે.

જામનગર

જામનગરના મેયર કોરોના પોઝિટિવ થયા છે. તેઓના રેપીડ ટેસ્ટમાં મેયર હસમુખ જેઠવા પોઝિટિવ આવ્યા છે. બે દિવસથી તબિયત સારી ન હોવાનું મેયરે 'અકિલા'ને જણાવ્યું હતું.

બોટાદ

બોટાદના સહકારનગરમાં ૭૬ વષીય પુરૂષ, તુરખા રોડ ૫૮ વર્ષીય પુરૂષ, સરકારી વસાહતમાં ૫૩ વર્ષીય મહિલા, આનંદધામ રેસિડેન્સીમાં ૫૪ વર્ષીય મહિલા, વૃંદાવન સોસાયટી લાતીબજારમાં ૨૮ વર્ષીય યુવાન, પાળીયાદ રોડ ઉપર ૩૫ વર્ષીય પુરૂષ, બરવાળાના જુના નાવડા ગામે ૫૨ વર્ષીય મઞિલા, પાળીયાદ ગામે ૪૦ વર્ષીય મહિલા, સરવા ગામે ૫૦ વર્ષીય મહિલા, ગઢડાના પીપળીયા ગામે ૨૨ વર્ષીય યુવાન, ગઢાળી ગામે ૫૫ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

ગોંડલમાં અત્યાર  સુધીમાં ૧૪૫૩ કેસ

ગોંડલ : કોરોના કેન્દ્ર બનેલા ગોંડલમાં એક જ દિવસમાં ૪૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવના કુલ ૧૪૫૩ કેસ નોંધાયા છે. જેમાંથી ૯૮૧ વ્યકિતઓ સારવાર લઇ ડિસ્ચાર્જ થયા છે.

કોડીનાર સુરક્ષાકર્મીને કોરોના

કોડીનારમાં એસ.બી.આઈ.બેંકની મેઈન બ્રાન્ચના ગાર્ડને કોરોના પોઝીટીવ આવતાં સમગ્ર બેંકની કામગીરી ઠપ્પ કરી બેંક ૪૮ કલાક માટે બંધ કરી દેવામાં આવતા અનેક નાણાંકીય લેવડ દેવડ આર્થિક વ્યવહાર ખોરવાયા હતા.  એ.ટી.એમ. ગાર્ડને કોરોના પોઝીટીવ આવતા નિયમો મુજબ આગામી ૪૮ કલાક સુધી બેંક ની તમામ કાર્યવાહી ઠપ્પ કરી બેંક બંધ કરી સમગ્ર બેંકને સેનિટાઇઝ કરી તમામ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા બાદ બેંક પુનઃ કાર્યરત કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામાં  ૧૯ દર્દીઓ ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૨૬ કેસો નોંધાયા છે જયારે ૧૯ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જીલ્લામાં નવા કેસોમાં મોરબી તાલુકામાં ૨૪માંથી ૧૪ કેસો ગ્રામ્ય અને ૧૦ કેસો શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે હળવદનો ૦૧ કેસ ગ્રામ્ય પંથક અને માળિયાનો ૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૬ કેસ નોંધાયા છે જયારે વધુ ૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા ૨૬ કેસો સાથે કુલ કેસનો આંક ૧૫૬૧ થયો છે જેમાં ૨૬૧ એકટીવ કેસ છે જયારે ૧૨૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.

સોમનાથ

સોમનાથમાં સતત ત્રીજા દિવસે પણ કોરોના ટેસ્ટીંગ સાઈડ પર અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા સોમનાથ મંદિર કર્મચારી પોલીસ બાદ એસ.ટી બસોના ડ્રાઈવર કંડકટર તેમજ સોમનાથ મંદિર એસ.આર.પી પોલીસ સ્ટાફ ના ચેકઅપ કરાયા હતા. જેમાં  સોમનાથ એસ.ટી બસ સટેનડ પર પણ એસ.ટી બસોના ડ્રાઈવર કંડકટર સહીતના ૧૧૮ સહિત ના સોમનાથ ટ્રસ્ટના ૫૪ કર્મચારીને ચેકઅપ કરાયા તમામ રીપોર્ટ નેગેટિવ એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. જેમાં તાલુકા હેલ્થ ડો કે એસ પરમાર તેમજ ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય વિભાગના બાંભરોટીયા ડો. ભગવાન બારડ અને કોરોના જાગૃતી માટે મેહુલભાઈ એ અભિનેત્રી રાજશ્રી મિના પંજાબી મિના નગી દ્વારા થયેલ કાર્યને સમર્થન આપ્યું હતું. ડો. પરમાર તાલુકા હેલ્થ સહીત જગદીશભાઈ સુચર રાજેશભાઈ પીઠીયા અને સોની યોગેશભાઈ સતીકુંવર દ્વારા સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં ત્રણ દીવસથી કોરોના ટેસ્ટ ચેકઅપ માટે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સુરેન્દ્રસિંહ સુરૂભા જાડેજા તેમજ સોમનાથ સુરક્ષાના નાયબ પોલીસ અધીક્ષક એમ ડી ઉપાધ્યાય દ્વારા સફળ પ્રયાસ કર્યો. જેમાં૧૬૯ કીટ સાથે ચેકઅપ કરાવી સોમનાથ મહાદેવની કૃપાથી તમામ રીપોર્ટ નેગેટિવ નોંધાયા છે.

(9:36 am IST)