સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th September 2019

જુનાગઢના બહાઉદીન કોલેજમાં વિધાર્થીની જાગૃતિ સેમિનાર

જુનાગઢઃજૂનાગઢની બહાઉદીન કોલેજ ખાતે આજ રોજ ભારત સરકારની વિવિધ યોજનાઓની માહિતીથી વાકેફ થાય તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૭૦ જેટલી વિદ્યાર્થિનીઓએ ઉપસ્થિત રહી જાણકારી મેળવી હતી. બહાઉદીન વિનયન કોલેજ ખાતે વિદ્યાર્થીઓને માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીનીઓને ભારત સરકારની વિવિધ યોજનાઓ,અને અને મહિલાઓલક્ષી કાયદાઓની જાણકારી આપવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી જીગર જસાણી મહિલા મહિલા શકિત કેન્દ્ર મા થતી કામગીરી, મહિલા માટેની વિવિધ યોજનાની માહિતી વિદ્યાર્થીનીઓને આપી હતી. આ ઉપરાંત વિધવા સહાય યોજના, પેન્શન યોજના, હાલમાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વહાલી દીકરી યોજના, પાલક માતાપિતા યોજના, કસ્તુરબાગાંધી બાલિકા વિદ્યાલય, પશુપાલન માટેની વિવિધ યોજનાઓ, પીબીએસસીમાં જેન્ડર ઇકવાલિટી, કામકાજના સ્થળે જાતીય સતામણી, ૧૮૧ મહિલા હેલ્પલાઇન, વન સ્ટોપ સેન્ટર વગેરે જુદા જુદા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કલ્યાણકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ તકે કુસુમબેનવાદ્યેલા, મીરાબેન કરમુર, વૃંદાવન જોશી, મિતલબેન, સંધ્યાબેન સહિતનાઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડયું હતું(અહેવાલ-વિનુ જોશી, તસ્વીરઃમુકેશ વાઘેલા.જુનાગઢ)

(1:13 pm IST)