સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 24th September 2019

જૂનાગઢ જિ. પં.ના આસિસ્ટન્ટ ફોટોગ્રાફરને નાયબ મુખ્યમંત્રીના હસ્તેએવોર્ડ એનાયત

જુનાગઢઃ જૂનાગઢ જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવતા શૈલેષ નાંઠાને ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને અગ્ર સચિવ જયંતી રવિના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિષયક બાબતો અંગે લોકોમાં લોકજાગૃતિ લાવવા બાબતે તેમણે એવોર્ડ એનાયત થયેલ છે. સપ્તધારા કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારોમાં પપેટ શો, લોક ડાયરા, શેરી નાટક વગેરે જેવા પરંપરાગત માધ્યમોની મદદથી  લોકોમાં આરોગ્ય વિષયક જાગૃતિ અને સંદેશો આપવાની કામગીરી શ્રી શૈલેષભાઈ નાંઢા દ્વારા ઉત્કૃષ્ટ રીતે કરવામાં આવી હતી. તેમની આ સિદ્ઘિ બદલ  જૂનાગઢ જિલ્લાના ડી.ડી.ઓ શ્રી પ્રવીણ ચૌધરી તથા અન્ય પંચાયતના હોદ્દેદારો અને અધિકારીઓલ, કર્મચારીઓ એ શ્રી શૈલેષભાઈને અભિનંદન પાઠવ્યા હતા.(અહેવાલ-વિનુ જોશી, તસ્વીરઃમુકેશ વાઘેલા.જુનાગઢ)(૨૨.૨૨)

(1:11 pm IST)