સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th September 2018

મોરબીમાં દારૂ-જુગારના દુષણને રોકવા પોલીસ દ્વારા સુપર બાઈક તૈયાર ;રાઉન્ડ ધ ક્લોક કરશે પેટ્રોલિંગ

 

મોરબીમાં દારૂ જુગારની બદીને રોકવા માટે પોલીસ ખાસ ત્રણ સુપરકોપ બાઈક તૈયાર કરવામાં આવ્યા છે. સુપરકોપ બાઈકનો ઉપયોગ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કરવામાં આવશે. મોરબીમાં રાતે પોલીસ નાની-નાની શેરીઓ ગલીઓ સુધી પેટ્રોલિંગ કરી શકે તે માટે સુપરકોપ પોલીસ બાઈક ખુબજ ઉપયોગી સાબિત થશે. અને તેનાથી રાતભર રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરાશે.

(10:51 pm IST)