સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th September 2018

જામનગરના નવાગામ ઘેડમાં પત્નીએ કોર્ટ કેસ કરતા મોસીન સફીયાનો આપઘાત

 જામનગર તા. ૨૪ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અલરખા સલેમાન સફીયા એ જાહેર કરેલ છે કે, તા.ર૪–૯–ર૦૧૮ના કામે મરણ જનાર મોસીન અલ્લરખા સફીયા, ઉ.વ.ર૮, રે. શંકરના મંદિરની પાછળ, નવાગામ ઘેડ, જામનગરવાળાને તેની પત્ની નસીન છેલ્લા ૧૪ માસથી અણબનાવના કામે પોતાના માવતરના ઘરે ગુલાબનગર, રાજપાર્ક માં રહેતી હોય જેને કોર્ટમાં કેસ કરેલ હોય આ બાબતે લાગી આવતા પોતાના ઘરે ઉપરના માળે સીલીંગ પંખા સાથે દુપટો બાંધી ગળે ફાંસો ખાઈ જતા બેભાન હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ છે.

કેન્સરની બિમારીથી કંટાળી જઇ આયખુ ટુંકાવ્યું

અહીં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અનવરભાઈ હુસેનભાઈ રફાઈ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩–૯–ર૦૧૮ના આ કામે મરણ જનાર અસલમભાઈ હુસેનભાઈ રફાઈ, રે. જામનગરવાળાને છેલ્લા અઢી માસથી મોઢાના કેન્સર ની બિમારી હોય ત્યા પોતે અપરણીત હોય જેથી કંટાળી જને પોતાના ઘરે કેરોસીન છાંટી સળગી જતા, સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

રીક્ષા માંથી પડી જતા સારવાર દરમ્યાન યુવતિનું મોત

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ ટ્રોમ વોર્ડના ડોકટર સાહેબે જાહેર કરેલ છે કે,  આ કામે મરણજનાર પુષ્પાદેવી સંતોષકુમાર કુશવાહ, ઉ.વ.ર૮, રે.સુમરારા, તા.સિંકદરી, જિ. કાનપૂર, ઉતરપ્રદેશવાળા તા.ર૮–૮–ર૦૧૮ના રોજ સાધના કોલોની પાસે રોડ પર રીક્ષા માં ચડવા જતા પડી જતા જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ હોય વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં લાવેલ સારવાર દરમ્યાન મરણ ગયેલ છે. 

કાર હડફેટે બાળકને ઇજા

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નીમીષાબેન મનોજભાઈ કીરીટભાઈ સોની એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૯–ર૦૧૮ના પટેલ કોલોની શેરી નં.૧૧ સંદિપ એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર પાસે આ કામના આરોપી દેવશીભાઈ મોઢવાડીયા તેમના હવાલાની હોન્ડા સીટી રજી.નં.જી.જે.–ર૪–કે પર૮૯ ની બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના પુત્ર ઈશાન ઉ.વ.૬ વાળાને હડફેટે લઈ જમણા પગમાં ફેકચર કરી તથા ડાબા પગે છોલછાલ કરી અકસ્મા કરી ગુનો કરેલ છે.

ખારવા ગામે જુગાર રમતા છ ઝડપાયા : એક ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વિક્રમભાઈ વી.બકુત્રા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૯–ર૦૧૮ના ખારવા ગામે આ કામના આરોપી ધીરાભાઈ બાબુભાઈ મુંધવા, ચીમનભાઈ કમાભાઈ ચાવડા, જીવણભાઈ વશરામભાઈ ચાવડા, વશરામ કાલાભાઈ ચાવડા, દિનેશભાઈ ભીખાભાઈ ચાવડા, જેન્તીભાઈ ખીમજીભાઈ પરમાર રે. ખારવા ગામ, તા.ધ્રોલ, જિ.જામનગરવાળાઓ જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રેઈડ દરમ્યાન રોકડા રૂ.પ,૪૩૦ તથા ગંજીપતાના પાના નંગ–પર તથા મોબાઈલ નંગ –૪, કિંમત રૂ.૪૦૦૦ મળી કુલ મુદામાલ ૯,૪૩૦ સાથે ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી હકાભાઈ વેજાભાઈ મુંધવા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના સાથે ઝડપાયો : બે ફરાર

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૯–ર૦૧૮ના પટેલ કોલોની શેરી નં.૭, સર્વેશ્વર મહાદેવની મંદીર પાસે, આ કામના આરોપી પૃથવીરાજસિંહ ચંદુભા જાડેજા એ પોતાના કબ્જાની સીલ્વર કલરની અલ્ટો કાર જેના રજી.નં. જી.જે.રપ– જે–૧૪૪૦ માં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની બોટલ નંગ–૧૪૪ કિંમત રૂ.૭ર,૦૦૦ તથા કાર મળી કુલ રૂ. ર, રર,૦૦૦નો રાખી એકબીજાને મદદગારી કરી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે તથા આ કામના આરોપી પ્રણવદિપ ઉર્ફે પાંચો ચંદ્રસિંહ વાઘેલા તથા દારૂનો જથ્થો પુરો પાડનાર વિજયસિંહ સજુભા જાડેજા ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાલાચડી ગેઈટ પાસે દારૂની બોટલ સાથે બે ઝડપાય

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કનુભાઈ જેસંગભાઈ હુંબલ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૯–ર૦૧૮ના બાલાચડી મેઈન ગેઈટ પાસે આ કામના આરોપીઓ દિલીપભાઈ વસંતભાઈ પરમાર, હિતેશભાઈ કાંતીલાલ પરમાર, રે. જામનગરવાળાઓ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં એક ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ.પ૦૦ ની તથા તેમજ હરી કંપનીનું એકટીવા કિંમત રૂ.૩૦,૦૦૦નું મળી કુલ રૂ.૩૦,પ૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:28 pm IST)