સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 24th September 2018

જામનગર જાયન્ઠસગૃપ દ્વારા સ્પર્ધાઓ યોજાઇ

જાયન્ટસપ ગ્રુપ ઓફ જામનગર સાહેલી દ્વારા શ્રીમતી પાર્વતી દેવી વિદ્યામંદિરમાં જાયન્ટસ વીકના ઉપક્રમે સુલેખન,ડ્રોઇંગ સ્પર્ધા, હેર-સ્ટાઇલ મહેંદી સ્પર્ધા, સલાડ અને આરતી ડેકોરેશન જેવી  વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ધો. ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. છ એ સ્પર્ધામાં વિજેેતાઓને સહેલી ગ્રુપ તરફથી ઇનામો આપવામાં આવ્યા. સહેલી ગ્રુપના પ્રમુખશ્રી પ્રજ્ઞાબેન મણિયાર, ડી.એ. શ્રી ભાવનાબેન મણીયાર, આઇ.પી.પી. શ્રી મધુબેન ચારોલા, તથા મંજુબેન લાખાણી ઉપસ્થિત રહી આ દરેક સ્પર્ર્ધાનું આયોજન કર્યુ. ફેડરેશન ઓફિસર શ્રી માધવીબેન ભટ્ટે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ. નિર્ણાયક તરીકે શ્રી રાજવીબેન ભટ્ટે સેવા આપી. શાળાના એમ.એસ.એસ. વિભાગના શ્રી સોનછાત્રાસરે સોૈને આવકાર્યા અન ે શાળાના આચાર્યશ્રી ઓમભાઇ શાસ્ત્રી એ ઉપસ્થિત રહી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી તે પ્રસંગની તસ્વીર

(12:06 pm IST)