વાંકાનેરમાં ભેંસ ચોરીમાં પકડાયેલ અજય કોળી એક દિ' ના રીમાન્ડ પર
વાંકાનેર તા ૨૪ : વાંકાનેરમાં ભેસ ચોરી કરવાના ગુન્હામાં પકડાયેલ કોળ શખ્સને કોર્ટે એક દિ' ના રીમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.
પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા ની સુચના અને મોરબી વિભાગના પો. અધિ. બન્નો જોષી ના સુપરવીઝનમાં ખાનગી રાહે મળેલ હકીકત આધારે વાંકાનેર સીટી પોઉસ્ટે. ના ચોરીમાં ગયેલ મુદામાલ ભેસ જીવ નંગ-૦૨ કિ.રૂ ૨,૦૦,૦૦૦/- નો આરોપી અજયભાઇ જીવણભાઇ મકાવાણા (કોળી) ઉ.વ.૨૭ રહે. ટંકારા દેરી નાકા, તા.ટંકારા, જી. મોરબી વાળા પાસેથી મળી આવતા આરોપીને અટક કરી દિન-૧ ના રીમાન્ડ મેળવી અન્ય કોઇ ચોરી કરેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ કામગીરી પો.ઇન્સ. બી.ટી. વાઢીયા, પો.સબ ઇન્સ. એમ.જે. ધાધઇ, એ.એસ.આઇ. નરશીભાઇ પારધી, પો.હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. હરેશભાઇ રાગલ, પો. કોન્સ. અરવિંદભાઇ ઝાપડીયા, પો. કોન્સ. અરવિંદભાઇ ઓળકીયા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજા, પો. કોન્સ. જયપાલસિંહ પરમાર તથા પો. કોન્સ. રકેશભાઇ કાનગડ કરી હતી. (૩.૬)