News of Monday, 24th September 2018
ભચાઉ આંગડીયા પેઢીમાં છરીની અણીએ અઢી લાખની લૂંટ
ભુજ, તા.૨૪: ભચાઉમાં શનિવારે મોડી રાત્રે આંગડીયા પેઢીમાં છરીની અણીએ થયેલી લૂંટે ચકચાર સર્જી છે. જયમાતાજી ચોકના અરિહંત કોમ્પ્લેક્ષ માં આવેલી આર.સી. એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાં કચ્છી ભાષા બોલતા ઘુસી આવેલા બે શખ્સોએ હરેશ હસમુખ ઠક્કરના ગળે છરી રાખી હાથમાં ઇજા પહોંચાડી દોઢ લાખ રૂ.રોકડા, બે મોબાઈલ, સોનાની ચેન સહિત કુલ ૨ લાખ ૪૧ હજાર રૂ.ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. એક જાડા જેવો અને એક પાતળો એમ બે શખસો એ લૂંટ ચલાવી હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૨૩.૩)
(11:52 am IST)