સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

મોરબીમાં વિશ્વ હીપેટાઈટીસ દિવસે ઘરે બેઠા વિડીયો બનાવી આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવાની તક

હેપેટાઇટિસની બીમારી વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવા પ્રયાસ

મોરબી : આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વર્લ્ડ હેપેટાઈટીસ ડે નિમિતે ઘરે બેઠા વિડીયો બનાવી આરોગ્ય પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે

 28 જુલાઇને વર્લ્ડ હેપેટાઇટિસ ડે તરીકે મનાવવામાં આવે છે. હેપેટાઇટિસ એક એવું ઇન્ફેક્શન છે જે શરીરના લિવરને અસર કરે છે. લિવર વ્યક્તિના શરીરમાં રહેલું સૌથી મોટું અંગ છે. હેપેટાઇટિસની સમસ્યા થવા પર લિવરમાં ઇન્ફેલેમેશન એટલે કે સોજો આવવો અને બળતરા થવાની સમસ્યા વધે છે. 28 જુલાઇએ દર વર્ષે વિશ્વભરમાં વર્લ્ડ હેપેટાઇટિસ ડે મનાવવામાં આવે છે અને આ દિવસનો હેતુ છે કે હેપેટાઇટિસની બીમારી વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવી.
– નિયમિત ડોક્ટર પાસે તપાસ કરાવતા રહો અને તેમની સલાહ અનુસાર સ્વાસ્થ્યની કાળજી રાખો.
આ સ્પર્ધા માં ભાગ લેવા માટે કેટેગરી મુજબ આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા માં જવાબ નો વિડીઓ બનાવી ભાગ લઈ શકશો.
કેટેગરી-1 (ધો. 1,2,3,4)
કે-1 પ્રશ્ન:- હીપેટાઈટીસ (કમળો) એટલે શું ?
કેટેગરી-2 (ધો-5,6,7,8)
કે-2 પ્રશ્ન:- કમળા (હિપેટાઈટીસ) નાં દર્દીએ શું શું કાળજી રાખવી જોઈએ?
કેટેગરી-3 (ધો- 9,10,11,12)
કે-3 પ્રશ્ન:- કમળા (હિપેટાઈટીસ) થી બચવાં (ફેલાતો રોકવા) કેવાં કેવાં પગલાં ભરવાં પડે ?
કેટેગરી-4 (કોલેજ નાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રો તથા વાલીઓ)
કે-4 પ્રશ્ન:-કમળ ( હિપેટાઈટીસ) નાં પ્રકાર જણાવો. તેમાં કેવાં પ્રકારની કાળજી રાખવી જોઈએ.
આ આરોગ્ય પ્રશ્નોત્તરી સ્પર્ધા માં ઘરે બેઠાં વિડીયો ગ્રાફી દ્વારાં ભાગ લેવાં નો રહેશે. છેલ્લી તા. 28 – જુલાઈ રાત્રે 9=00 સુધી નીચે આપેલ કોઈ એક (મોબાઇલ) વોટસેપ નંબર પર આપે બનાવેલ શોર્ટ વિડીઓફિલ્મ મોકલી આપો .
એલ.એમ.ભટ્ટ 98249 12230 / 8780127202 / દિપેન ભટ્ટ 97279 86

(11:24 pm IST)