મોરબીના લાતીપ્લોટમાં ઘડિયાળ કારખાનામાંથી ચોરી કરવાનો આરોપીઓ સોમવાર સુધીના રિમાન્ડ પર સોંપાયા
બે શખ્શોને ઝડપી લઈને મુદામાલ રીકવર કરાયો હતો : કોર્ટમાં રજુ કરાતા સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા
મોરબીના લાતીપ્લોટમાં આવેલ ઘડિયાળના કારખાનામાં ઘડિયાળમાં લાગતા મુમેન્ટની ચોરી કરવામાં આવી હોય જે ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી હતી જેમાં ચોરી કરનાર બે શખ્શોને ઝડપી લઈને મુદામાલ રીકવર કરાયો હતો અને આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે
મોરબીના લાતીપ્લોટ શેરી નં ૦૩ માં ફેના કલોક કારખાનામાંથી અજાણ્યા શખ્શો મુમેન્ટના કાર્ટુન નંગ ૧૬ પડ્યા હોય જેમાંથી ૮૦૦૦ નંગ મુમેન્ટ કીમત રૂ ૪૬,૦૦૦ ની ચોરી કરી નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે એ ડીવીઝન પોલીસે તપાસ ચલાવી હોય જેમાં આરોપી જયદીપસિંહ ઉર્ફે જયરાજસિંહ લખુભા જાડેજા (ઉ.વ.૨૮) (રહે શકત શનાળા મોરબી) અને શકીલ સતાર કાદરી (ઉ.વ.૨૨) (રહે જોન્સનગર શેરી ૧૧ વાળો) ચોરીમાં ગયેલ કાર્ટુન લાતીપ્લોટમાં ફેરવતા ફેરવતા મળી આવ્યા હોય જેની આકરી પૂછપરછ કરતા ચોરીના કાર્ટુન હોવાની કબુલાત આપી હતી