મોરબીમાં ૪૬૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયેલા બંને આરોપી જેલહવાલે કરાયા
કંડલા બાયપાસ પાસેથી ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલભેગા કર્યા
મોરબીમાં માત્ર દારૂ જ નહિ ગાંજાનું દુષણ પણ જોવા મળી રહ્યું છે ત્યારે મોરબી પોલીસે ગાંજાની હેરાફેરી કરનાર બે શખ્શોને દબોચી લઈને બાઈક અને ગાંજા સહીત ૨૪,૬૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હોય અને બંને આરોપીને કોર્ટમાં રજુ કરી બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા છે
રાજ્યના ડીજીપીની સુચનાથી નાર્કોટીકસના ગુન્હાઓ શોધી કાઢવા મોરબી સીટી એ ડીવીઝનની ટીમ કાર્યરત હોય દરમિયાન મોરબીના કંડલા બાયપાસ નજીકથી બાઈક જીજે ૩૬ કયું ૬૦૭૯ માં પસાર થતા બે શખ્શો હરદીપસિંહ અશ્વિનસિંહ જાડેજા (ઉ.વ.૨૩) (રહે મોરબી વાવડી રોડ મિલનપાર્ક શેરી નં ૦૨ )અને સંદીપ ચંદ્રકાંત કારિયા (ઉ.વ.૨૪)( રહે મોરબી માર્કેટિંગ યાર્ડ કેન્ટીન મકાનમાં મૂળ વેરાવળ વાળા ) ને ઝડપી લઈને આરોપીઓ પાસેથી ૪૬૦ ગ્રામ ગાંજો કીમત રૂ ૪૬૦૦ અને બાઈક સહીત રૂ ૨૪,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી આગળની કાર્યવાહી હાથ ધરી હોય જેમાં બંને આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે