સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

મોરબી જિલ્લામાં જુદા જુદા સેન્ટરોમાં રવિવારે વેપારીઓ માટે સ્પેશ્યલ રસીકરણ કેમ્પ ક્યાં ક્યાં યોજાશે ? : જુઓ લીસ્ટ

વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલ વ્યક્તિઓને કોરોના રસીકરણનો લાભ લઇ શકશે

મોરબી : કેન્દ્ર  અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ સુચના અનુસાર વાણિજ્યિક એકમો સાથે સંકળાયેલ વ્યક્તિઓને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ સુનિશ્ચિત થઇ સકે તે માટે તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરન્ટ, ગુજરી બજાર અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે રવિવારે સ્પેશ્યલ રસીકરણ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લામાં જુદા જુદા સેન્ટરો ખાતે તા. ૨૫ ના રોજ સ્પેશ્યલ કોવીડ રસીકરણ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ૧૮ વર્ષથી ઉપરની વય જૂથના હોય અને કોવીડ રસીકરણ બાકી હોય તેવી તમામ વ્યક્તિઓને રસીકરણ કેમ્પમાં લાભ લઇ શકશે
વેક્સીનેશન સેન્ટર પરથી વોક ઇન વેક્સીનેશન અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરાવીને રસીકરણ કરાવી શકશે અને અગાઉ રજીસ્ટ્રેશન કરાવી એસએમએસ દ્વારા સમય-સ્થળ અને તારીખનો સ્લોટ મેળવેલ હોય તેને અગ્રતા આપવામાં આવશે તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની યાદી જણાવે છે
ક્યાં ક્યાં રસીકરણ કરાશે જુઓ નીચે સંપૂર્ણ લીસ્ટ…

(10:05 pm IST)