સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th July 2021

ભાજપના સાંસદે ખેડૂતોનું અપમાન કરતા આમ આદમી પાર્ટી દ્વારા મોરબીમાં રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન પાઠવ્યું

ભાજપના નેતા દ્વારા ખેડૂતોની જાહેર માધ્યમથી માફી માંગવામાં નહિ આવે વિરોધ પ્રદર્શન ધરણા ની ચીમકી

મોરબી : ભાજપના સાંસદ અને વિદેશ રાજ્યકક્ષાના મંત્રી મીનાક્ષી લેખી દ્વારા જગતના તાતનું અપમાન કરવામાં આવ્યું હોય જેથી મોરબી આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જીલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે

જે આવેદનમાં જણાવ્યું છે કે કિસાન એટલે ધરતી પરનો ભગવાન જે પરસેવો રેડી ધરતી ખેડી ધાન્ય પકાવે છે ત્યારે ભાજપના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા મીડિયામાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતો મવાલી છે મવાલી એટલે ગુંડા, લુખ્ખા અને આવારા તત્વો એવો અર્થ થાય છે જે ખેડૂતોનું અપમાન છે ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે દેશનું અર્થતંત્ર કિસાનો પર નિર્ભર છે
ત્યારે લોકશાહીમાં માનતા આ દેશમાં ભાજપના નેતાઓ દ્વારા અવારનવાર અસંવિધાનીક શબ્દનો પ્રયોગ કરીને ખેડૂતોનું અપમાન કરાય છે જેનો સખ્ત શબ્દોમાં વિરોધ કરીને ખંડન કરીએ છીએ અને ભાજપના નેતા દ્વારા ખેડૂતોની જાહેર માધ્યમથી માફી માંગવામાં નહિ આવે તો કિસાનો સમગ્ર ગુજરાતમાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે જેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે તેમ પણ જણાવ્યું છે

(9:56 pm IST)